"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગ તેમજ અભિવ્યક્તિ (ત્રૈમાસિક) વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો લખી મોકલો.આપનો શુભેચ્છક - હરિ પટેલ (સંપાદક)"

પ્રવૃત્તિઓ

    અભિવ્યક્તિ વર્તુળ, તલોદનો મુખ્ય હેતુ ગુજરાતી ભાષાના વિવિધ સ્વરૂપોમાં સાહિત્ય-સર્જન થાય તે માટે સર્જકો અને નવોદિતોને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે અને ગુજરાતી ભાષાનો પ્રચાર-પ્રસાર થાય તે છે. આ હેતુ બર લાવવા માટે તેના દ્વારા નીચે મુજબની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. 

૧.   સાહિત્યિક સેમિનારો યોજવા

૨.   નવોદિતોને માર્ગદર્શન આપવું

૩.   પુસ્તકોનું પ્રકાશન કરવું

૪.   કવિ સંમેલનો યોજવા

૫.   દર માસે સાહિત્યિક કૃતિઓનું પઠન-વાચન

૬.   પુસ્તક પ્રકાશનમાં મદદરૂપ થવું

૭.   'અભિવ્યક્તિ' (ત્રૈમાસિક) નું પ્રકાશન કરવું

૮.   ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થવું

૯.   શાળાઓમાં શૈક્ષણિક કાર્યક્રમો ગોઠવવા

૧૦. સાહિત્યિક સ્પર્ધાઓ યોજવી

૧૧. જનરલ નોલેજનો અભ્યાસક્રમ તૈયાર કરવો

૧૨. જનરલ નોલેજની પરીક્ષાઓ યોજવી

૧૩. સાહિત્યિક વક્તવ્યો યોજવા

૧૪. પુસ્તકાલયો ખોલવા 


No comments:

Post a Comment