"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગ તેમજ અભિવ્યક્તિ (ત્રૈમાસિક) વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો લખી મોકલો.આપનો શુભેચ્છક - હરિ પટેલ (સંપાદક)"

અભિવ્યક્તિ (ત્રૈમાસિક) વિશે

1. ‘અભિવ્યક્તિ’ પાક્ષિક શું છે ?
‘અભિવ્યક્તિ’ એ ગુજરાતી ભાષાનું ત્રૈમાસિક છે. જે અભિવ્યક્તિ વર્તુળ, તલોદ દ્વારા દર ત્રણ માસે પ્રકાશિત થાય છે. જેમાં ગુજરાતી ભાષાના લેખકો અને નવોદિતોની વિવિધ પ્રકારની સાહિત્ય-કૃતિઓનો સમાવેશ કરવામાં આવે છે.
2. ‘અભિવ્યક્તિ’ ક્યારે પ્રકાશિત કરવામાં આવે છે ?
‘અભિવ્યક્તિ(ત્રૈમાસિક) જાન્યુઆરી, એપ્રિલ, જુલાઇ અને ઓકટોબર માસની છેલ્લી તારીખે પ્રકાશિત કરવામાં આવે છે.
3. વર્ષ દરમિયાન ‘અભિવ્યક્તિ’ના કુલ કેટલા અંકો મળશે ?
વર્ષ દરમિયાન 4 + 1 (દિવાળી) અંક એમ મળીને કુલ 5 અંકો મળશે. જેમાં દિવાળીનો અંક દળદાર હશે.
4. ‘અભિવ્યક્તિ’ (ત્રૈમાસિક) ના ગ્રાહક બનવા શું કરવું ?
આ માટે પ્રથમ નીચે આપેલ તંત્રી અથવા સંપાદકનો મોબાઇલ દ્વારા સંપર્ક કરવો અનિવાર્ય છે. Whatsapp  દ્વારા પણ સંપર્ક કરી શકાશે.
સંપર્ક ફોન : 
9426365802 (પ્રેમજી પટેલ)
9998237934 (હરિ પટેલ) 
9998237934 (Whatsapp) 

5. ‘અભિવ્યક્તિ’ (ત્રૈમાસિક) નું લવાજમ કેટલું છે ?
‘અભિવ્યક્તિ’ (ત્રૈમાસિક) નું હાલનું વાર્ષિક લવાજમ
(જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીનું)  રૂ।. 100/- છે.
6. ‘અભિવ્યક્તિ’ (ત્રૈમાસિક) નું લવાજમ ક્યારે ભરી શકાય ?
‘અભિવ્યક્તિ’ (ત્રૈમાસિક)નું વાર્ષિક લવાજમ ગમેતે માસથી ભરી શકાય. પરંતુ લવાજમ જે તે વર્ષના જાન્યુઆરી થી ડિસેમ્બર માસ સુધીનું જ ગણાશે. જે વ્યક્તિ પાછળના માસથી ગ્રાહક થશે તેને અગાઉના માસના તમામ અંકો મોકલી આપવામાં આવશે.
7. ‘અભિવ્યક્તિ’ (ત્રૈમાસિક) માં કૃતિઓ મોકલવા શું કરવું ?
આ માટેની વિશેષ જાણકારી માટે અહીં ક્લિ કકરો>>>
 

No comments:

Post a Comment