"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગ તેમજ અભિવ્યક્તિ (ત્રૈમાસિક) વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો લખી મોકલો.આપનો શુભેચ્છક - હરિ પટેલ (સંપાદક)"

અભિવ્યક્તિ વર્તુળ વિશે

1. અભિવ્યક્તિ વર્તુળ શું છે ?
અભિવ્યક્તિ વર્તુળ, તલોદ એ ડૉ. પ્રેમજી પટેલ (લઘુકથાકાર)ની પ્રેરણાથી ચાલતી એક સાહિત્યિક સંસ્થા છે. જે તા-૫/૬/૨૦૧૮ થી અમલમાં આવેલ છે.જેમાં સાહિત્ય-સર્જકો, નવોદિતો અને સાહિત્ય-રસિકો જોડાય છે. સંસ્થાના સભ્યો દર-માસે કોઇ એક સ્થળે ભેગા મળે છે અને પોતપોતાની સ્વરચિત કૃતિઓનું વાચન કે પઠન કરે છે. કૃતિઓ રજુ થયા બાદ તેની સમીક્ષા થાય છે અને તે માટે જરૂરી માર્ગદર્શન અપાય છે. નવોદિતો માટે તો આ સંસ્થા ખૂબ જ આશીર્વાદરૂપ છે !
2. અભિવ્યક્તિ વર્તુળના સભ્ય કોણ બની શકે ?
સાહિત્યક્ષેત્રે રસ ધરાવનાર કોઇપણ ઉંમરનો વ્યક્તિ આ સંસ્થાનો સભ્ય બની શકે.
3. અભિવ્યક્તિ વર્તુળના સભ્ય બનવા માટે શું કરવું ?
અભિવ્યક્તિ વર્તુળના સભ્ય બનવા માટે આ બ્લોગ પર આપેલા સંપર્ક ફોર્મ (Contact With Abhivyakti) અથવા મોબાઈલ  કે Whatsapp દ્વારા અભિવ્યક્તિ વર્તુળનો સંપર્ક કરવો.  
સંપર્ક ફોન : 
9426365802 (પ્રેમજી પટેલ), 
9998237934 (હરિ પટેલ) 
9998237934 (Whatsapp)
 
4. અભિવ્યક્તિ વર્તુળની સભ્ય ફી કેટલી છે ?
અભિવ્યક્તિ વર્તુળની વાર્ષિક સભ્ય ફી રૂ।. 100/- છે.(જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી)
5. અભિવ્યક્તિ વર્તુળ કઇ કઇ પ્રવૃત્તિઓ કરે છે ? 

 વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો>>>
 

No comments:

Post a Comment